Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આજથી OTT પ્‍લેટફોર્મ ઉપર ગુજરાતી સિનેમાની ધૂમઃ શોર્ટ ફિલ્‍મની સ્‍પર્ધામાં આજે કચ્‍છી સર્જક રિશી મહેતાની કોમેડી ફિલ્‍મ ‘મનુ દાબેલી' રજૂ થશે

સ્‍પર્ધામાં જયુરી સાથે લોકોના વોટ ફિલ્‍મ માટે મહત્‍વના, કલરવ OTT પ્‍લેટફોર્મ ઉપર વિવિધ વિષયોની

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫:  ગુજરાતી સિનેમાનો એક સુવર્ણ યુગ આવી રહ્યો છે. જેમાં ગુજરાતના વિવિધ ફિલ્‍મ સર્જકો સાથે કચ્‍છના સર્જક પણ પોતાનું પરફોર્મન્‍સ બતાવી રહ્યા છે. આ વાત છે, ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગ એટલે કે GCPL ની. જેમાં OTT પ્‍લેટફોર્મ ઉપર વિવિધ વિષયો સાથે ગુજરાતી સર્જકો દ્વારા નિર્માણ પામેલી ગુજરાતી શોર્ટ ફિલ્‍મ રજૂ થશે. આ સ્‍પર્ધામાં ગુજરાતના અલગ અલગ શહેરોના સર્જકોની સાથે સાથે કચ્‍છમાંથી રિશી મહેતા અને કલ્‍પના મહેતાની ટીમની પસંદગી થઈ છે, આ ગુજરાતી સિનેમા પ્રીમિયર લીગમાં સર્જકો દ્વારા જયુરીએ સજેસ્‍ટ કરેલ વિવિધ વિષયો પર ફિલ્‍મ બનાવી અલગ અલગ રાઉન્‍ડમાં બનાવવામાં આવશે. આ ગુજરાતી શોર્ટ ફિલ્‍મો કલરવ OTT પ્‍લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જેને સૌ દર્શકો ઓન લાઈન નિહાળી શકશે. લીગની પ્રથમ ફિલ્‍મ કિંગ્‍સ ઓફ કચ્‍છ દ્વારા રજૂ થઈ રહી છે, આ ફિલ્‍મ શ્નજ્રાદ્ગફ્ર દાબેલી' જે કોમેડી થીમ પરથી બની છે એ આજે એટલે કે ૨૫ મે, ૨૦૨૨ ના રોજ લોન્‍ચ થશે. અને આ સ્‍પર્ધાનું પરિણામ જયુરી વોટ અને પબ્‍લિક વોટ એ બન્ને જોડાઈને નક્કી થશે. તો ચાલો કચ્‍છી માડુઓ તમે પણ તૈયાર થઈ જાઓ આપણા કચ્‍છનો ગુજરાત કક્ષા એ ડંકો વગાડવા માટે. આપણી ટીમને વોટ કરો અને જીતાડો..

આ યાત્રામાં ટીમની સાથે જોડાયેલા સર્વે મિત્રોનો રિશી મહેતા દ્વારા આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યા છે જેમાં ખાસ કરીને દિલીપ પરમાર કે જેમના થકી આ અદભુત યાત્રાનો પ્રારંભ થયો છે.

(10:34 am IST)