Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

રિલીઝ થયેલ ફિલ્મ 'Sonu Ke Titu Ki Sweety' એ બોક્સ ઓફિસ પર કમાલ કરી: ૬.૪૨ કરોડ રૂપિયાની કમાણી કરી

મુંબઇ : બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલ ફિલ્મ 'Sonu Ke Titu Ki Sweety' એ બોક્સ ઓફિસ પર કમાલ કરી દીધો છે. આ એક કોમેડી ફિલ્મ છે. ફિલ્મે દેશભરમાં શુક્રવારે ૬.૪૨ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ખાસ વાત એ છે કે, 'Sonu Ke Titu Ki Sweety' ફિલ્મ આ વર્ષની ત્રીજી મોટી ઓપનિંગ ફિલ્મ બની ચૂકી છે. જી હાં, વર્ષ ૨૦૧૮ ની ફર્સ્ટ બેસ્ટ ઓપનિંગ ફિલ્મ 'પદ્માવત' છે, જેણે પ્રથમ દિવસે ૨૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજા નંબર પર અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન' છે. જેણે ૧૦.૨૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' વિકેન્ડમાં ધમાકેદાર કમાણી કરશે તો તે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કરી શકે છે.

'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફિલ્મની સ્ટોરી બે ફ્રેન્ડની છે. સોનુ (કાર્તિક) અને ટીટુ (સની) એકદમ અલગ છે. બંને બાળપણના ફ્રેન્ડ છે. બાળપણથી સોનુ તેના ફ્રેન્ડ ટીટુને દુનિયાભરના પડચા અને યુવતીઓથી બચાવે છે. ફિલ્મની સ્ટોરીમાં ટ્વીસ્ટ ત્યારે આવે છે જ્યારે ટીટુના મેરેજની વાત ચાલે છે. સોનુને ટીટુની સ્વીટી (નુસરત) ના ૧૦૦% પરફેક્ટ બહુ, પત્ની અને સંસ્કારી પ્લસ મોર્ડન હોવાના યોગ્ય તાલમેલ પર શંકા થવા લાગે છે અને તે સ્વીટીની સચ્ચાઈ બધાની સામે લાવવા માટે પ્રયત્ન કરે છે. ફિલ્મની રિયલ સ્ટોરી આ બન્નેની નોક-ઝોક અને તકરારની આસપાસ રહે છે. આ જંગમાં કોની જીત થાય છે તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મમાં મુખ્ય ત્રણ કલાકારનું કામ શાનદાર છે. કાર્તિક આર્યન, નુશરત ભરૂચા, સની સિંહ, આલોક નાથ, વીરેન્દ્ર સક્સેનાની એક્ટિંગ પણ દમદાર છે. લવરંજનની ખાસિયત ફિલ્મની સ્ટોરી છે. જે સામાન્ય માણસને કનેક્ટ જરૂર કરે છે. આ ફિલ્મના ટ્રેલરમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે, છોકરી અને મિત્રતામાં હંમેશા છોકરી જીતે છે. આ કોન્સેપ્ટ પર ફિલ્મની સ્ટોરી છે. ફિલ્મનું મ્યુઝીક પણ દમદાર છે.

(1:14 pm IST)