Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

કામ માટે ડેસ્પ્રેટ લોકો સમજૂતીઓ કરતા અચકાતા નથી : રવિના

મસ્ત મસ્ત ગર્લ અભિનીત ફિલ્મના હીરો પણ તેનાથી ગભરાતા હતા

અભિનેત્રી રવિના ટંડન કાસ્ટિંગ કાઉચ વિશે નિવેદન આપી ચર્ચામાં આવી ગઈ છે. એક ટીવી શોની મુલાકાત દરમિયાન રવિનાએ જણાવ્યું હતું કે આ વાત એવા લોકો સાથે થાય છે જેઓ સમજૂતી કરી લે છે. આ મામલે બંને લોકો એટલા જ જવાબદાર હોય છે. કાસ્ટિંગ કાઉચ પારસ્પરિક સમજૂતીથી જ થતા હોય છે. કામ માટે ડેસ્પ્રેટ લોકો કંઇપણ કરવાની તૈયારી સાથે જ નિર્માતા અને દિગ્દર્શકોને મળતા હોય છે. આ ડેસ્પ્રેટ લોકો સમજૂતીઓ કરતા અચકાતા નથી. કાસ્ટિંગ કાઉચ અને એક સહ કર્મચારીની રિલેશનશિપ અને યૌન ઉત્પીડન વચ્ચે ફરક સમજવો ખૂબ જ જરૂરી છે.

મારી અભિનીત ફિલ્મોના હીરો પણ મારાથી ડરતા હતા તેથી નસીબજોગે મારે આ બધી પ્રક્રિયામાંથી કયારેય પસાર થવં પડયું નથી. ફિલ્મના હીરો જ મારાથી દૂર રહેતા હતા એટલે મને ફિલ્મ જગતમાં કોઇપણ કડવો અનુભવ થયો નથી. ઓવર એમ્બિશિયસ અને ડેસ્પ્રેટ લોકો કામ માટે કોઇપણ સંબંધો બાંધવા તૈયાર થઈ જાય છે. ઇઝી સકસેસ માટે આ ઇઝી વે મનાય છે એમ આજના યુવાનો પણ માને છે. આ વાત માટે બંને પક્ષ જવાબદાર છે.

(11:47 am IST)