Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ન્યુયોર્કમાં પણ પ્રિયંકાની ડુપ્લિકેટ

પ્રિયંકા ચોપડાની થોડા સમય પહેલાં જ એક ડુપ્લિકેટ જોવા મળી હતી જે એક બ્લોગર હતી. જોકે હાલમાં જ તેના જેવી દેખાતી અન્ય એક મહિલા ઇન્ટરનેટ પર વાઇરલ થઇ છે. પ્રિયંકા હાલમાં ન્યુયોર્કમાં 'કવોન્ટિકો'ની ત્રીજી સીઝનનું શૂટિંગ કરી રહી છે અને તેના અમેરિકન ફેન્સે તેની આ ડુપ્લિકેટની જાણકારી તેને આપી હતી. આ ડુપ્લિકેટ અમેરિકન મોડલ મેગન મિલાન છે. પ્રિયંકા અને મેગન બન્નેના હોઠ પણ એકસરખા છે અને ચહેરો પણ ઘણો મળતો આવે છે. બન્ને ન્યુયોર્કમાં હોવાથી પ્રિયંકાના ચાહકો એવી આશા રાખી રહ્યા છે કે તેઓ એકબીજાને મળે.

(3:30 pm IST)