Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

દર્શકોનો પ્રેમ આગળ વધારે છેઃ તાહિર

અભિનેતા તાહિર રાજ ભસીને હવે અભિનયની દુનિયામાં પોતાની ઓળખ ઉભી કરવામાં સફળતા મેળવી લીધી છે. તાહિર કહે છે હું દિલ્હીથી અહિ આવ્યો હોય તો શાહરૂખ ખાનને જોઇને. બૉલીવુડના બાદશાહ બનવાની શાહરૂખ ખાનની સફરે મને હમેંશા પ્રેરણા આપી છે. મને લાગે છે કે ભારતના જેટલા પણ ઉભરતા કલાકારો છે તેમની ઇચ્છા એ જ હોય છે કે તેમને પણ શાહરૂખ ખાન જેટલો જ પ્રમ અને ચાહકો મળે. તે મારા માટે પ્રેરણાદાયી છે અને મારી આ સફરની મજબૂતીનું કારણ પણ. અહિ હું પણ આઉટસાઇડર છું અને કોઇ ગોડફાધર નથી. શાહરૂખે પણ આવી રીતે જ બહારથી આવીને સફળતા મેળવી છે.  તાજેતરમાં તાહિર ફિલ્મ ૮૩માં, વેબ શો રંજીશ હી સહી અને યે કાલી કાલી આંખેમાં જોવા મળ્યો હતો. તે કહે છે બધા પ્રોજેકટમાં હું પાવરફુલ દેખાવ કરી શકુ એ માટે દર્શકોનો પ્રેમ જ જવાબદાર છે. મને વિશ્વાસ આગળ ધપાવે છે. યે કાલી કાલી આંખે શોમાં તાહિરે રોમાન્ટીક ભુમિકા ભજવી છે. હવે તાહિર લૂપલપેટા અને બુલબુલ તરંગમાં જોવા મળશે.

(10:11 am IST)