Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

શરદે જીતી લીધા ચાહકોના

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી ઓટીટી પ્લેટફોર્મ પર દિવાળીના તહેવારમાં રિલીઝ થઇ, પરંતુ જોઇએ એવી સફળતા મળી નથી. ઘણા લોકોને આ ફિલ્મ ગમી નથી. તો વખાણ કરનારા પણ ઓછા નથી. ફિલ્મમાં અક્ષય, કિયારા ઉપરાંત એક અભિનેતા એવો પણ છે જેણે માત્ર પંદર મિનીટના અભિનયથી પણ બધાના દિલ જીતી લીધા છે. ટીવી અને ફિલ્મી પરદાનો અભિનેતા શરદ કેલકર ફિલ્મમાં અસલી લક્ષ્મીના રોલમાં છે, જે એક કિન્નર છે. લક્ષ્મીનું ભૂત અક્ષય કુમારમાં આવે છે. શરદનો રોલ ભલે બહુ મોટો નથી પણ અમુક મિનીટોના તેના પાત્રએ પણ ચાહકોમાં વાહ-વાહી મેળવી લીધી છે. શરદે લક્ષ્મીના પોતાના પાત્રમાં જીવ રેડી દીધો છે. ફિલ્મ ભલે કોઇને ગમે કે ન ગમે પણ શરદના લક્ષ્મીના પાત્રના સોૈ ભરપેટ વખાણ કરી રહ્યા છે. અભિનય, ડાયલોગ ડિલીવરી અને ટાઇમીંગની બાબતમાં શરદ મેદાન મારી ગયો છે. શરદ ફિલ્મ માટે સરપ્રાઇઝ પેકેજ સાબિત થયો છે.

(10:13 am IST)
  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST

  • થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા થઈ છે. મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. access_time 8:40 am IST

  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST