Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

અભિનેતા મનોજ વાજપેયીની અપકમિંગ ફિલ્‍મ ‘સુરજ પે મંગલ ભારી'નું ટ્રેલર રિલીઝઃ મનોજ એક સાથે ઘણા પાત્રોમાં: સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા કલાકાર મનોજ વાજપેયીએ તાજેતરમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'સૂરજ પે મંગલ ભારી'નું ટ્રેલર રિલીઝ કર્યું છે જેના પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં મનોજ એક સાથે ઘણા પાત્રોમાં જોવા મળી રહ્યા છે, જેને તેમના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. 1 મિનિત 1 સેકન્ડના વીડિયોમાં મનોજ ઘણીવાર પોતાનો ગેટઅપ ચેંજ કરવા માટે વારંવાર મેકઅપ કરતા જોવા મળે છે.

મનોજ વાજપેયીને કેવી લાગ્યા 4 કલાક

જોકે પડદા પાછળના આ વીડિયો ક્લિપ દ્વાર ફિલ્મ મેકર્સે એ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે મનોજને કહાનીમાં અલગ-અલગ પાત્રો માટે તૈયાર થવામાં 4 કલાક કેવી રીતે લાગ્યા અને કેવી રીતે તેમનો મેકઓવર કરવામાં આવ્યો. ટ્રેલરમાં ક્યારેક એક ભિખારીની ભૂમિકામાં તો ક્યારે એક ડબ્બાવાળાના રૂપમાં, ક્યારેક મહારાષ્ટ્રીયન મહિલાના રૂપમાં તો ક્યારેક પાઘડીધારી સરદારના પાત્રમાં જોવા મળે છે.

આ ઉપરાંત પણ તમામ પ્રકારના પાત્ર છે. શૂટિંગ દરમિયાન એક વીડિયોમાં મનોજનો એક ખાસ લુક જોવા મળ્યો જેમાં અભિનેતા મોટા વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા છે અને તેમણે પ્રોસ્થેટિક મેકઅપ કર્યો છે. મનોજનો આ લુક આપવા માટે મેકઅપ ટીમને લગભગ 4 કલાકનો સમય લાગ્યો હતો. તેમણે આ ફિલ્મમાં 10 પાત્ર ભજવ્યા છે. જેમ કે તમે ફિલ્મના પોસ્ટરમાં જોઇ શકો છો.

સસ્પેંસ સાથે હશે કોમેડીનો તડકો

 આ ફિલ્મમાં મનોજ વાજપેયી ઉપરાંત પંજાબી સિંગર અને અભિનેતા દિલજીત દોસાંજ અને દંગલ અક્ટ્રેસ ફાતિમા સના શેખ પણ મુખ્ય પાત્રમાં છે. સૂરજ પે મંગલ ભારીના ટ્રેલરને જોઇને લાગે છે કે ફિલ્મમાં સસ્પેંસ સાથે કોમેડીનો તડકો પણ લગાવવામાં આવ્યો છે, જે દર્શકોને હસવા માટે મજબૂર કરી દે છે. ફિલ્મની કહાની એક લગ્નની જાસૂસ એજન્સી પર આધારિત છે, જે વરરાજાના બેકગ્રાઉન્ડની તપાસ કરે છે.

(4:26 pm IST)