Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

સાઉથની ત્રણ રીમેકમાં અક્ષય

બોલીવૂડના ખિલાડી અભિનેતા અક્ષય કુમારની ફિલ્‍મો આમ તો હમેંશા તેના ચાહકોને ખુશ કરીદેતી હોય છે. પણ છેલ્લે આવેલી બચ્‍ચન પાંડે ફિલ્‍મથી અક્ષયના ચાહકો બહુ રાજી થઇ શક્‍યા નહોતાં. હવે અક્ષય કુમારનો જાદૂ બોકસ ઓફિસ પરથી ઘટી રહ્યો હોય તેવું લાગે છે. અક્ષય પાસે અનેક પ્રોજેક્‍ટ હાથ પર છે. અક્ષયની કારકિર્દીની ગ્રાફ સાઉથની રિમેક પર ટકી રહ્યાનું પણ લોકો કહે છે. અક્ષય હવે સાઉથની ત્રણ રિમેકમાં જોવા મળવાનો છે. જેમાં તમિલ સુપરહિટ ‘ડ્રાઇવીંગ લાયસન્‍સ' પરથી બની રહેલી ‘સેલ્‍ફી'માં અક્ષય સાથે ઇમરાન હાસમી છે. આ ફિલ્‍મ ઓટીટી પર રિલિઝ કરવામાં આવે તેવી શકયતા છે. અક્ષયએ થોડા દિવસ પહેલાં રાધિકા મદાન સાથે સોરારઈ પોટરૂની હિન્‍દી રીમેક પર કામ શરૂ કર્યું છે. રકુલપ્રીત સિંહ સાથેની ફિલ્‍મ મિશન સિન્‍ડ્રેલાનું શુટીંગ પણ પુરૂ થઇ ગયું છે.  અક્ષય અગાઉ રાઉડી રાઠોડ અને ગબ્‍બર જેવી સાઉથની રીમેકમાં કામ કરી ચુક્‍યો છે. તેની પૃથ્‍વીરાજની પણ ચાહકો રાહ જોઇ રહ્યા છે.

(10:19 am IST)