Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ઓસ્કાર એવોર્ડના 90 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સિનેમેટોગ્રાફી માટે એક મહિલાને નોમીનેટ કરવામાં આવી

હોલીવુડ : ઓસ્કરના 90 વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી એવોર્ડ માટે એક મહિલાને નામાંકિત કરવામાં આવી છે. ફિલ્મ 'મડબાઉન્ડ' માટે મહિલા સિનેમેટોગ્રાફર રેચલ મોરિસન માટે આ નોમીનેશન થયું છે. મોરિસને આ સિદ્ધિ પર જણાવ્યું હતું કે "સિનેમેટોગ્રાફરનું કામ લાગણીઓને બતાવવાનું છે ... અને એ સ્વાભાવિક છે કે આ મામલામાં સ્ત્રીઓ શ્રેષ્ઠ હોય છે."

(3:27 pm IST)