Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

સાજીદ હવે નિર્માતા મિત્રની પુત્રીને બનાવશે હિરોઇન

પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલા હમેંશા નવા હીરો-હિરોઇનને તક આપે છે. હાઉસ્ફુલ ફિલ્મથી જૈકલીન ફર્નાન્ડીસને રિ-લોન્ચ કરી હતી. ૨૦૧૪માં ટાઇગર શ્રોફ અને ક્રિતી સેનનને એન્ટ્રી કરાવી હતી. હવે તે સુનિલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીને બોલીવૂડમાં લોન્ચ કરશે. આ ઉપરાંત નિર્માતા વિજય ગલાનીની દિકરી હિતીકાને પણ બોલીવૂડમાં લાવશે. હિતીકાએ ઇકોનોમિકસમાં ગ્રેજયુએશન કર્યુ છે. તેણે કહ્યું હતું કે મારા પિતા અને સાજીદભાઇ ખાસ મિત્રો છે. તેણે પાંચ વર્ષ પહેલા મને મજાકમાં કહ્યું હતું કે હું ફિલ્મમાં હિરોઇન બની શકુ છું. હવે હું છેલ્લા એક વર્ષથી આ માટે તડામાર તૈયારી કરી રહી છું. ડાન્સ અને અભિનયના વર્કશોપ પણ કર્યા છે. સાજીદભાઇ મને પહેલેથી જ પ્રોફેશનલ એકટરની જેમ તાલિમ આપી રહ્યા છે. હિતીકાના પિતાએ ગોવિંદાની અચાનક, અક્ષય કુમારની અજનબી અને સલમાનની વીર ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી.

(9:38 am IST)