Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ભારતમાં મહિલાઓને ઉગ્ર સ્વરુપમાં જોવા કોઈ તૈયાર નથી: પૂજા ભટ્ટ

મુંબઈ: ડેડી, તમન્ના, જખ્મ, સડક અને જુનુન જેવી સફળ ફિલ્મોમાં કામ કરનારી બોલ્ડ અભિનેત્રી પૂજા ભટ્ટ પોતાના ગુસ્સાના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. તાજેતરમાં એક રેડીયો શો દરમિયાન પૂજા ભટ્ટનો આજ ગુસ્સો જોવા મળ્યો હતો. રેડીયોના ટોક શોમાં વાતચીત દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યુ કે તમને આટલો ગુસ્સો કેમ આવે છે તો પૂજાએ જણાવ્યુ હતું કે ભારતમાં મહિલાઓને ઉગ્ર સ્વરુપમાં જોવા કોઈ તૈયાર નથી. 
અહીં માત્ર પુરુષોની આક્રમક્તાની પ્રશંસા થાય છે, પરંતુ જો કોઈ મહિલા આક્રમક હોય તો તે અન્ય માટે જાણે કેે વિલન બની જાય છે. પરંતુ હુ સતીસાવિત્રી તો છુ નહીં. અને ન તો હું બનવા માંગુ છું. પૂજા ભટ્ટે જણાવ્યુ હતું કે, જ્યારે કોઈ એક મહિલા પોતાના મનની વાત સ્પષ્ટ રીતે રજુ કરે છે ત્યારે લોકોને લાગે છે કે તે ગુસ્સામાં છે. પરંતુ આજ અંદાજમાં જ્યારે કોઈ પુરુષ વાત કરે છે ત્યારે લોકો તેને ધ્યાનથી સાંભળે છે. પૂજાએ જણાવ્યુ હતું કે ભારતના લોકો મહિલાઓને માત્ર ગ્લેમર પોઝ આપતી, અબલા-લાચાર સ્વરુપમાં જ જોવા માંગે છે. પરંતુ હું સારી રીતે જાણું છું કે મારે શું જોઈએ છે અને એ પણ જાણુ છું કે મારે કઈ વસ્તુથી દૂર રહેવુ જોઈએ.

(6:52 pm IST)