Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ગોરવ સાથે કામ કરવું ખુબ સરળ છેઃ રૂપાલી

ટીવી પરદે લાંબા સમયથી કામ કરી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીને હાલ દર્શકો 'અનુપમા' શોમાં ખુબ જ પસંદ કરી રહ્યા છે. રૂપાલીએ કહ્યું હતું કે મને આ ટીવી શોમાં ગૌરવ ખન્ના સાથે કામ કરવામાં કોઇપણ મુશ્કેલી પડી રહી નથી.  ગોૈરવ આ સિરીયલમાં અનુજ કાપડિયાનું પાત્ર ભજવી રહ્યો છે. અનુજ અને અનુપમા બંને કોલેજના મિત્રો હોય છે. અનુજની એન્ટ્રી સાથે આ શોમાં અનેક નવા વળાંકો આવતા રહે છે. આ કારણે સ્ટોરી વધુ ને વધુ રસપ્રદ બની ગઇ છે. પોતાની ગોૈરવ સાથેની જોડી બાબતે રૂપાલીએ કહ્યું હતું કે  મને લાગે છે કે અમારી જોડીને સારો આવકાર મળી રહ્યો છે. હું એટલું જરૂર કહીશ કે ભગવાન ખૂબ કૃપાળુ છે અને હું તેમની ખૂબ આભારી છું.

શોમાં કોણ નવું આવશે એને લઈને મને ખૂબ ચિંતા થતી હતી, કારણ કે કાં તો તમને સહકલાકારો સાથે ખુબ ભળી જાય છે કાં તો પરસ્પર વાત જામતી હોતી નથી. ગૌરવ સાથે કામ કરવું ખૂબ સરળ છે અને તે પ્રશંસનીય કલાકાર છે. એકટર તરીકે ગૌરવ અદ્દભુત છે.

(9:48 am IST)