Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

હમેંશા નીખરતી રહે છે મોનાલિસા

ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું મોટુ નામ ગણાતી અભિનેત્રી મોનાલિસા પોતાની હોટ અને બોલ્ડ અદાઓને કારણે સતત સોશિયલ મિડીયા પર ચાહકોને પોતાની પાછળ પાગલ બનાવી રાખે છે. અવાર-નવાર તે એવી તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરે છે કે જે જોઇને તહેલકો મચી જાય છે. તાજેતરમાં તેણે ટોપલેસ તસ્વીર મુકી હતી. જેમાં તે ફુલો વડે પોતાના શરીરનો ઉપરનો ભાગ ઢાંકતી જોવા મળી છે. તેમાં તેના વાળ પણ ખુલ્લા રખાયા છે. આ ટોપલેસ ફોટોશૂટ તેણે બેડરૂમમાં કરાવ્યું હતું. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે-હમેંશા આમ જ નિખરતી રહો. મોનાલિસાની આ તસ્વીરો પર ચાહકોએ અનેક કોમેન્ટ્સ કરી તેની તસ્વીરોને પસંદ કરી છે. કયારેક સાડીમાં તો કયારેક શોટ્ર્સ અને ટી-શર્ટમાં તો કયારેક બિકીનમાં પોઝ આપીને ઇન્ટરનેટ પર આગ લગાડવાનું જાણતી મોનાલિસાએ ભોજપુરી ભાષાની સવાસો ફિલ્મો કરી છે. હિન્દી, બંગાળી, ઓડિયા, કન્નડ અને તેલુગુ ફિલ્મો પણ કરી ચુકી છે. ભોજપુરમાં નિરહુઆ, ખેસારી, પવનસિંહ, રવિ કિશન જેવા સ્ટાર સાથે કામ કર્યુ છે. હાલમાં ભોજપુરી ફિલ્મોથી દુર તે હિન્દી ટીવી શોમાં વધુ જોવા મળી રહી છે.

(10:12 am IST)