Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

પહાડોનું સૌંદર્ય માણવાનો લ્હાવો મળશે રસિકાને

અભિનેત્રી રસિકા દુગ્ગલ વધુ એક વેબ સિરીઝમાં કામ કરી રહી છે. આઉટ ઓફ લવની બીજી સિઝનમાં પણ રસિકા ખાસ ભુમિકા નિભાવી રહી છે. પહેલી સિઝનમાં પુરબ કોહલી અને સોની રાઝદાનની મુખ્ય ભુમિકા હતી. આ શોને અનેક એવોર્ડ પણ મળ્યા હતાં. શોમાં મીરા કપૂરનો રોલ નિભાવનારી અભિનેત્રી રસિકા કહે છે કે હું આ શોમાં વધુ સમય સુધી દેખાવ એ અને લાંબા શુટીંગમાં ભાગ લઇ શકુ તે માટે ખુબ ઉત્સાહિત હતી. ડોકટર મીરા કપૂર અને તેની ઇમોશનલ જર્નીને ભજવવી એ દરેક કલાકારની ઇચ્છા હોય છે. દર્શકોને ભરપુર પ્રેમ મળવો અને એવોર્ડ પણ મળવા એ પણ અમારા માટે ખુબ મોટી વાત હોય છે. બીજી સીઝનમાં મીરા અલગ-અલગ પ્રકારના પડકારો સામે બાથ ભીડતી જોવા મળવાની છે. રસિકા કહે છે આ કામ કરવા માટે હું ખુબ જ આતુર છું. શોના શુટીંગ માટે મારે બે મહિના સુધી કુન્નુરમાં રોકાણ કરવું પડશે. અનેક મહિના સુધી ઘરમાં રહ્યા પછી હવે કુન્નુરના પહાડોનું સૌંદર્ય માણવાનો અદ્દભુત લ્હાવો મળવાનો છે.

(9:54 am IST)