Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

કંઇક નવું કરવાની તૈયારીમાં આદિત્ય

ટીવી પરદે અલગ અલગ શોને હોસ્ટ કરીને પોતાની અલગ જ ઓળખ ઉભી કરી ચુકેલો ગાયક અભિનેતા આદિત્ય નારાયણ હવે શો હોસ્ટ કરવાના કામને અલવીદા કરવાનો છે. આદિત્યએ હાલમાં ઇન્ડિયન આઇડલ-૧૨નું પોતાની આગવી અદાથી સંચાલન કરી દર્શકોને સતત આ શો સાથે ઝકડી રાખ્યા છે. આદિત્ય અત્યાર સુધીમાં લગભગ એક ડઝન જેટલા રિયાલિટી શો હોસ્ટ કરી ચૂક્યો છે. તેણે જાહેર કર્યુ છે કે હવે તે એન્કરિંગથી વિરામ લઇ લેશે. હવે મોટી જવાબદારીઓ તરફ ધ્યાન ફેરવવાનો સમય આવી ગયો છે, તેથી તે નાના પરદેથી બ્રેક લેવા જઇ રહ્યો છે. તેણે કહ્યું ૨૦૨ર મારા માટે હોસ્ટિંગનું છેલ્લું વર્ષ હશે. હું તે પછી હોસ્ટિંગ નહીં કરું.

હાલમાં હું જુના કોન્ટ્રાકટથી બંધાયેલ છું, જે  આવતા મહિના સુધીમાં પૂર્ણ કરીશ. મને ટીવી ઇન્ડસ્ટ્રીએ  ઘણું બધુ આપ્યું છે. નામ, ખ્યાતિ અને સફળતા આપી છે. ટીવીના આધારે જ હું મારું ઘર, કાર અને મુંબઇમાં સારું જીવન જીવવા સક્ષમ બન્યો છું.  પણ હવે કોઇ શોને જજ કરવા સહિતના બીજા કામ કરીશ. આ જોતા લાગે છે કે ઇન્ડિયન આઈડલની આગામી સીઝનમાં આદિત્ય હોસ્ટ તરીકે જોવા નહીં મળે.

(10:37 am IST)