Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

બોલીવૂડમાં એન્ટ્રી માટે આ બેસ્ટ ફિલ્મઃ સત્યદેવ

સાઉથ ઇન્ડસ્ટ્રીના અનેક અભિનેતા-અભિનેત્રીઓ બોલીવૂડમાં સફળ થઇ ચુકયા છે. વધુ એક આવા અભિનેતાની બોલીવૂડમાં એન્ટ્રી થઇ રહી છે. તેલુગુ અભિનેતા સત્યદેવ અક્ષયકુમારની રામ સેતુ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરશે. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંસત્યદેવ તેના અભિનયને કારણે મોટો ચાહકવર્ગ ધરાવે છે. તે ઘણા સમયથી હિન્દી ફિલ્મોમાંહાથ અજમાવવાનું વિચારી રહ્યો હતો. ત્યાં તેને રામસેતુ થકી તક મળી છે. તે કહે છે બોલીવૂડમાં એન્ટ્રી કરવા માટેની આ સોૈથી સારી ફિલ્મ છે. સત્યદેવે કહ્યું કે મને રામસેતુ અચાનક જ મળી ગઇ છે. મેં મારો પ્રોફાઇલ પણ આપ્યો નહોતો.  મારો રોલ ખૂબ સારો છે. કેટલીક વસ્તુઓ બને છે અને એનો આપણને ખ્યાલ પણ નથી હોતો. મારી એન્ટ્રી બોલીવુડમાં અચાનક જ થઇ રહી છે. હું એટલું જરૂર કહીશ કે હિન્દી સિનેમામાં પ્રવેશ કરવા માટે મારા માટે આ બેસ્ટ ફિલ્મ છે.  મેં અફઘાનિસ્તાનમાં પણ ફિલ્મ કરી હતી. એ મારી પહેલી હિન્દી ફિલ્મ થવાની હતી. જોકે બદનસીબે એ ફિલ્મ બની શકી નહીં. હવે મને એ વાતની ખુશી છે કે રામ સેતુ મારી પહેલી હિન્દી ફિલ્મ બનવાની છે.

(10:37 am IST)