Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

હું એવા રોલ ભજવવા ઇચ્છતો હતોઃ વિક્રાંત

છેલ્લે હસિન દિલરૂબા ફિલ્મમાં દેખાયેલો અભિનેતા વિક્રાંત ટીવી પરદેથી બોલીવૂડમાં પહોંચી સફળ બન્યો છે. તે સતત પોતાના અભિનયથી દર્શકોને આકર્ષિત કરતો રહ્યો છે. તેણે કહ્યું હતું કે અઘરાં પાત્રો ભજવ્યા બાદ એમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. વિક્રાંતે લૂટેરા, અ ડેથ ઇન ધ ગુંજ, છપાક, ક્રિમીનલ જસ્ટીસ સહિતમાં અસમાન્ય પાત્રો ભજવ્યા છે. એક સામાન્ય ધારણા છે કે એકટર્સને તેનાં પાત્રોને લીધે ઓળખવામાં આવે છે, એને નકારી ન શકાય. એવાં કેટલાંય પાત્રો હોય છે જેમાં તમે ઊંડાણપૂર્વક ઊતરી જાઓ છો. જો પાત્રો ગંભીર હોય તો તમે પણ એના જેવા જ બની જાઓ છો. આવું બધા સાથે થાય છે. છપાકમાં મેં ભજવેલા રોલની મારા પર ખૂબ ઊંડી અસર થઇ હતી. આથી મેં થોડી કોમેડી કરવાનું નક્કી કરી ૧૪ ફેરેમાં કામ કર્યુ છે. હું ગંભીર પ્રકારના રોલ ભજવવા ઇચ્છતો હતો. કારણ કે હું અલગ-અલગ ફિલ્મો પર હાથ અજમાવવા માગતો હતો. સાથે એક એકટર તરીકેની મારી અલગ પ્રતિભા પણ દેખાડવા માગતો હતો.

(10:37 am IST)