Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

હાલના સમયમાં આવી ફિલ્મ ખુબ જરૂરીઃ સોનાક્ષી

સોનાક્ષી સિન્હા ડિજીટલ પ્લેટફોર્મ પર એક સિરીઝમાં પોલીસ અધિકારી બનીને આવી રહી છે. સાથો સાથ તે અન્ય એક હોરર કોમેડી ફિલ્મને કારણે પણ ચર્ચામાં આવી છે. રિતેશ દેશમુખ અને સાકિબ સલિમ સાથે મળી સોનાક્ષી સિંહા  હૉરર-કૉમેડી ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મનું નામ 'કાકુડા' રખાયું છે. આ એક ડિજિટલ ફિલ્મ છે જે આવતા વર્ષે રિલીઝ થશે. ફિલ્મનું શુટીંગ ગુજરાતમાં શરૂ થઇ ચુકયું છે. આ ફિલ્મમાં એક ગામની વાત કરવામાં આવી છે જેમાં શાપને કારણે એક ભૂત રહેતું હોય છે. આ ભૂત આ ત્રિપુટીને અંધશ્રદ્ધા, ટ્રેડિશન અને પ્રમ વિશે વિચારતી કરી દે છે. આ ફિલ્મ દ્વારા મરાઠી ફિલ્મોના નિર્દેશક આદિત્ય સરપોતદાર બોલીવુડમાં એન્ટ્રી કરશે. સોનાક્ષી કહે છે હાલના સમયમાં આવી કોમેડી સાથેની ફિલ્મની ખુબ જરૂર છે. દર્શક તરીકે પણ હું આ ફિલ્મ જોવાનું પસંદ કરીશ. રીતેશે કહ્યું કે મને હોરર કોમેડી ખુબ પસંદ છે.

(10:36 am IST)