Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

‘જુગ જુગ જિયો’નું ટ્રેલર : હાસ્ય- પ્રેેમ, રંગ-નાટ્યાત્મક્તાથી ભરપૂર

મુંબઈ તા. ૨૩ : આગામી હિન્દી કોમેડી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર તેના નિર્માતાઓઍ રિલીઝ કર્યું છે. ત્રણેક મિનિટના ટ્રેલર પરથી આ ફિલ્મ  પ્રેેમ, હાસ્ય, રમૂજ, રંગ અને નાટ્યાત્મક્તાથી ભરપૂર હશે ઍવું જણાય છે. ફિલ્મમાં અનિલ કપૂર, નીતુસિંહ-કપૂર, વરૂણ ધવન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા પંજાબના પટિયાલાવાસી ઍક પરિવારની, તેના સિદ્ઘાંતો, અધૂરી રહેલી ઈચ્છાઓ તથા અનપેક્ષિત સમાધાનની છે. રાજ મહેતા દ્વારા દિગ્દર્શિત અને હિરૂ યશ જાહર, કરણ જાહર અને અપૂર્વા મહેતા નિર્મિત આ ફિલ્મ આવતી ૨૪ જૂને થિયેટરોમાં રિલીઝ થવાની છે.

(4:36 pm IST)