Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આવતા મહિને હિન્‍દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે પૃથ્‍વીરાજ

અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની બહુપ્રતિક્ષીત ફિલ્‍મ પૃથ્‍વીરાજ આવતા મહિને રિલીઝ થવાની છે. તાજેતરમાં અભિનેત્રી માનુષીએ પોતાનો જન્‍મદિવસ ઉજવ્‍યો હતો. ત્‍યારે ફિલ્‍મના નિર્દેશક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ તેણીને એક સરપ્રાઇઝ ગિફટ આપી ચોંકાવી દીધી હતી. માનુષીએ ગિફટ બોક્‍સ ખોલતાં જ તે ખુશખુશાલ બની ગઇ હતી. નિર્દેશકે તેને ફિલ્‍મમાં તેણીએ પહેરેલા કોસ્‍ચ્‍યુમ્‍સ ગિફટ પેટે મોકલ્‍યા હતાં. આ ફિલ્‍મમાં માનુષીએ સંયોગીતાનો રોલ નિભાવ્‍યો છે. આ ફિલ્‍મ ત્રીજી જુને હિન્‍દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે. માનુષીને ગિફટમાં મળેલા આ કોસ્‍ચ્‍યુમની ખાસ વાત એ છે કે એ પહેરીને તેણે ફિલ્‍મના પહેલા દિવસનું શૂટિંગ કર્યું હતું. ગિફટ ખોલતો વિડિયો ઇન્‍સ્‍ટાગ્રામ પર પોસ્‍ટ કરીને માનુષીએ કહ્યું હતું કે આ મારા માટે ખુબ સ્‍પેશ્‍યલ સરપ્રાઇઝ છે અને મારા બર્થ-ડે નિમિત્તે મળતાં હું અતિશય ખુશ છું. આ કોસ્‍ચ્‍યુમ પર ઝરદોસી વર્ક કરેલું છે.

(10:22 am IST)