Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

પેરા એથ્‍લીટની પડકારરૂપ ભુમિકામાં જોવા મળશે સૈયામી

અભિનેત્રી સૈયામી ખેર હવે આર બાલ્‍કીની ફિલ્‍મમાં એથ્‍લેટનો રોલ નિભાવી રહી છે. ભાવનાત્‍મક અને પ્રેરક સ્‍પોર્ટસ ડ્રામા ફિલ્‍મનું નામ ઘૂમર રખાયું છે. સૈયામી એક પેરા એથ્‍લટી ક્રિકેટ કોૈતુકની ભુમિકા નિભાવશે. આ પાત્રમાં ઢળવા માટે સૈયામીને ખુબ જ મહેનત કરવી પડી છે. સૈયામી કહે છે ઘૂમરમાં હું ડાબા હાથની બોલરનો રોલ નિભાવી રહી છું. અસલી જિંદગીમાં હું જમણા હાથનીખેલાડી છું. મેં કદી વિચાર્યુ પણ નહોતું કે હું પેરા એથ્‍લીટનો રોલ કરી શકીશ. પણ અનેક મુશ્‍કેલીઓને વેઠીને મહેનત કરીને આ રોલને ન્‍યાય આપ્‍યો છે. ઘૂમરની તૈયારી અને ફિલ્‍માંકન વખતે મેં કદી વિચાર્યુ નહોતું એવી બાબતોનો સામનો થયો હતો. ઘૂમર આ વર્ષે જ રીલીઝ થઇ જશે. ફિલ્‍મમાં અભિષેક બચ્‍ચન, અંગદ બેદી અને શબાના આઝમી પણ છે. અભિષેક બચ્‍ચને કોચની ભુમિકા નિભાવી છે.

 

(10:46 am IST)