Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

આ રોલ સરળતાથી નથી મળ્‍યો : નીતીશ

અભિનેતા નીતીશ ભલુનીએ તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા શોમાં ટપુના પાત્ર તરીકે એન્‍ટ્રી કરી છે. ટપુનું પાત્ર ભજવી રહેલા રાજ અનડકટે શો છોડી દીધા પછી હવે તેની જગ્‍યાએ નીતીશ આ રોલ નિભાવી રહ્યો છે. નીતીશ કહે છે મને આ શોમાં ટપુનો રોલ સરળતાથી મળ્‍યો નથી. શરૂઆતથી જ  આ શો મારા દિલની નજીક છે. ૨૦૦૮થી મેં અને મારા પરિવારે તેને એકસાથે જોયો છે. મારા પિતા દિલીપજીને આ શો ખુબ ગમે છે. હું મુંબઈમાં કામ માટે સંઘર્ષ કરી રહ્યો હતો ત્‍યારે મારા માતા-પિતા મને ટપુ જેવા પાત્રો કરવા કહેતા હતા અને હવે હું આ રોલ સાચ્‍ચે જ કરી રહ્યો છું. તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મામાં ટપુની ભૂમિકા માટે નીતીશ ભલુનીને છ ઓડિશન, મોક ટેસ્‍ટ અને લૂક ટેસ્‍ટમાંથી પસાર થવું પડયું હતું. તે કહે છે આ બધુ પાર કર્યા પછી હું વ્‍યક્‍તિગત ઇન્‍ટરવ્‍યુ માટે હજાર થયો હતો. અસિતજીએ મારા માતા-પિતા સાથે પણ મુલાકાત કરી હતી. છેલ્લે મને સાઇન કરવામાં આવ્‍યો હતો.

(10:46 am IST)