Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

શ્રદ્ધા કપૂરનો ખુલાસો: સાઈના નહેવાલની બાયોપિક વિલંબમાં પડી

મુંબઈ:ટોચની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પહેલીવાર જાહેરમાં વાતનો સ્વીકાર કર્યો હતો કે તેને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયર સાઇના નેહવાલની બાયો-ફિલ્મ વિલંબમાં પડી હતી. અગાઉ અમે સ્થળેથી આપને જણાવી ગયા છીએ કે શ્રદ્ધાની છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઑફિસ પર ફ્લોપ નીવડતાં સ્વાભાવિક રીતેજ સાઇના નેહવાલના નિર્માતા અવઢવમાં પડી ગયા હતા કે શ્રદ્ધાને લઇને ફિલ્મ બનાવવી કે બનાવવી ? શ્રદ્ધાની ફરહાન અખ્તર સાથેની રૉક ઓન ટુ, ઓકે જાનુ અને હસીના જેવી ફિલ્મો બોક્સ ઑફિસ પર ભૂંડે હાલે પટકાઇ પડી હતી એટલે દેખીતી રીતેજ એની માર્કેટ વેલ્યુને પ્રતિકૂળ અસર પડી હતી. એટલે એવી વાતો વહેતી થઇ હતી કે સાઇના નેહવાલની બાયો-ફિલ્મના નિર્માતા દીપિકા પાદુકોણ જેવી મોસ્ટ સેલેબલ અભિનેત્રીને લઇને ફિલ્મ બનાવવાનું વિચારે છે. જો કે સાઇનાની બાયો-ફિલ્મ વિલંબમાં પડવાનાં કારણોની ચર્ચામાં પડવાને બદલે શ્રદ્ધાએ એવી દલીલ કરી હતી કે હાલ હું બાહુબલિ ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મ કરી રહી છું અને ત્યારબાદ સ્ત્રી ફિલ્મ કરવાની છું એટલે હાલ મારી પાસે તારીખો નથી એટલે હાથ પરની બે ફિલ્મો પૂરી થાય ત્યારે હું સાઇનાની ફિલ્મ શરૃ કરી શકું. સ્ત્રી મારી પહેલી હોરર ફિલ્મ છે અને હું હોરર ફિલ્મોની ચાહક રહી છું એટલે હાલ પૂરી કરવાની મારી જવાબદારી છે.

(4:10 pm IST)