Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ચીનમાં રજૂ થશે 'બજરંગી ભાઈજાન'

મુંબઈ:સુપર સ્ટાર સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઇજાન હવે ચીનમાં રજૂ થવાની છે. જો કે એ માટે અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલું ટાઇટલ થોડું રમૂજી લાગે છે એવી જાણકારી મળી હતી. અગાઉ આમિર ખાનની થ્રી ઇડિયટ્સ અને દંગલે ચીનમાં આવકના નવા રેકોર્ડ સર્જ્યા હતા. હવે કબીર ખાનની બજરંગી ભાઇજાન ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે. એ માટે અંગ્રેજી ભાષામાં તૈયાર કરાયેલું ટાઇટલ કંઇક આ પ્રકારનું છે- લિટલ લોલિયા મન્કી ગૉડ અંકલ. અંગ્રેજીમાં વિઘ્નહર્તા ગણપતિને એલિફન્ટ ગૉડ અને  હનુમાનજીને મન્કી ગૉડ કહે છે. આમ બજરંગી માટે મન્કી ગૉડ શબ્દ પસંદ કરવામાં આવ્યો છે. જો કે ભાઇજાન એટલે ભાઇ. પરંતુ ચીનમાં અંગ્રેજી ટાઇટલ તૈયાર કરનારે ભાઇજાનને અંકલ બનાવી દીધા છે. કદાચ એનું કારણ ફિલ્મની પરાકષ્ઠાનાં દ્રશ્યો હશે જ્યારે બાળ કલાકાર હર્ષાલી મલ્હોત્રા 'મામા, મામા'ની બૂમ પાડે છે. અંગ્રેજી ભાષામાં કાકા, મામા, માસા, ફુઆ વગેરે માટે ફક્ત એક શબ્દ છે- અંકલ.
 

(4:10 pm IST)