Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ક્રિકેટ સિવાયની રમતો ઉપર પણ ફિલ્મ બનવી જોઇએઃ અંગદ બેદી

શાદ અલીની ફિલ્મ સૂરમાની અત્યારથી જ ચર્ચા છે. આ આ ફિલ્મમાં દિલજીત દોસાંજ હોકી ખેલાડી સંદિપસિંહની ભૂમિકા નિભાવી રહ્યો છે. સાથે અંગદ બેદી પણ મહત્વના રોલમાં છે. અંગદ કહે છે આ ફિલ્મની કહાની બે ભાઇઓની કહાની પર આધારીત છે. મારો રોલ અત્યાર સુધીમાં કયારેય ન જોયો હોય તેવો છે.

મને હમેંશા હોકીની રમત રમવી ગમે છે. મેં આ માટે ખાસ તાલિમ પણ લીધી છે. હું દિલજીતના ભાઇના રોલમાં છું. હું ખુશ છું કે હોકીની રમતને લઇને ફિલ્મ બની છે. ક્રિકેટ હમેંશા મારો પહેલો પ્રેમ છે. પરંતુ આપણે બીજી રમતોને પણ પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ ફિલ્મમાં એવા લોકોની કહાની છે જે અત્યાર સુધી સામે નથી આવી. બાસ્કેટ બોલ, ફૂટબોલ, હોકી, કબડ્ડી પર પણ ફિલ્મો બનવી જોઇએ. દિલીજીતે કહ્યું હતું ફિલ્મમાં ભાઇનો રોલ નિભાવતાં અંગત સાથે સારી દોસ્તી થઇ ગઇ છે.

(9:02 am IST)