Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

વકિલ બનીને આવી રહ્યો છે અક્ષય ખન્ના

ઢિસૂમ, મોમ, ઇત્તેફાક જેવી ફિલ્મોમાં અક્ષય કુમારના રોલ જોરદાર હતાં. હવે તે વધુ એક ફિલ્મમાં આવી રહ્યો છે. નિર્દેશક મનિષ ગુપ્તાની ફિલ્મ 'સેકશન ૩૭૫-મર્જી યા જબરદસ્તી'માં અક્ષય ખન્નાને વકિલનો રોલ મળ્યો છે. આ ફિલ્મની કહાની દસ સત્ય ઘટનાઓથી પ્રેરિત હશે. મનિષે અગાઉ ૨૦૧૫માં મર્ડર મિસ્ટ્રી 'રહસ્ય' બનાવી હતી. હવે ફરીથી સસ્પેન્સ-ડ્રામા ફિલ્મ બનાવશે. આ ફિલ્મનું શુટીંગ માર્ચ-એપ્રિલમાં શરૂ થશે. મનિષે કહ્યું હતું કે હાલમાં રેપના એવા ઘણા કેસ સામે આવ્યા છે જેમાં સહમતિથી સેકસ થયો હોય છે છતાં કાયદાનો દુરૂપયોગ કરી મહિલા અને પુરૂષોએ એક બીજાને ફસાવ્યા હોય છે. આ ફિલ્મ એ વિશે છે કે કઇ રીતે મહિલાઓ માટે બનેલા કાયદાનો દુરૂપયોગ થાય છે. મેં રિસર્ચ માટે ખુદ બે વર્ષ સુધી કોર્ટમાં જઇ અનેક સુનાવણીમાં હાજરી આપી હતી. આ ફિલ્મના નિર્માતા અભિષેક પાઠક અને કુમાર મંગત છે. ફિલ્મમાં રૂચા ચઢ્ઢા સરકારી વકિલના રોલમાં હશે.

(9:47 am IST)