Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ક્રિતીની જોડી હવે સિધ્ધાર્થ સાથે

બરેલી કી બર્ફી જેવી હિટ ફિલ્મ આપી ચુકેલી ક્રિતી સેનન નસિબદાર છે. હાલમાં ક્રિતી દિલજીત દોસાંજ સાથે દિનેશ વિજાનની ફિલ્મ 'અર્જૂન પટિયાલા'નું શુટીંગ ચંદીગઢમાં કરી રહી છે. શુટીંગ શરૂ થયા પહેલા જ ક્રિતીએ આ ફિલ્મના સાથી કલાકારોની એક તસ્વીર પોસ્ટ કરી હતી. હવે ક્રિતીને વધુ એક દિલચશ્પ ફિલ્મ મળી છે. મોહિત સૂરીની ફિલ્મ 'એક વિલન-૨' મળી છે. જેમાં તે સિધ્ધાર્થ મલ્હોત્રા સાથે કામ કરશે. પહેલી ફિલ્મમાં સિધ્ધાર્થ સાથે શ્રધ્ધા કપૂર હતી. એ બંનેની જોડી લોકોને ખુબ ગમી હતી. હવે સિધ્ધાર્થ સાથે ક્રિતીની જોડી બનશે. સિધ્ધાર્થની અય્યારી રિલીઝ થઇ ચુકી છે. જો કે આલિયા ભટ્ટ સાથેની તેની સડક-૨ અને આશિકી-૩નું કામ હાલ અટકી ગયાની ચર્ચા છે.

(9:31 am IST)