Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હવે દયાભાભીની ઍન્ટ્રીની તૈયારી ? પોપટલાલના લગ્નની ધૂમ

મુંબઇ: ટીવીનો ફેમસ શો તારક મહેતા કા ઉલટા ચશ્મા લોકોનો પસંદગીનો શો છે. પરંતુ લાંબા સમયથી આ શોમાં સૌથી વધુ પસંદ કરાતી એક્ટ્રેસ દયાબેનની એટલે કે દિશા વાંકાણી શોથી દૂર છે. જેની રાહ આજે પણ તેમના દર્શકો જોઈ રહ્યાં છે. દયાબેન ત્રણ વર્ષ સુધી આ શોથી દૂર રહ્યાં છે. તેમણે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી, જોકે તેના બાદ તેમણે શોમાં ક્યારેય વાપસી ન કરી. જોકે, ત્યાર બાદ દયાબેનની વાપસીને લઈને અનેક અપડેટ આવતા રહ્યાં. જોકે, કોઈ પણ ખબર સાચી નીકળતી નથી. પરંતુ હવે દયાબેનને લઈને હિંટ મળી રહ્યાં છે. હવે લાગે છે કે તે શોમાં જલ્દી જ નજરે આવશે. શો દ્વારા સતત આ મામલે હિંટ આપવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દિશા વાંકાણીની વાપસી માત્ર ફેન્સ જ નહિ, પરંતુ શોના મેકર્સ અને કો-સ્ટાર્સ લાંબા સમયથી કરી રહ્યાં છે. શોમાં કામ કરનારા લોકો આતુર છે કે, હવે ક્યારે દિશા વાંકાણી આવશે. જ્યારે દિશે વાંકાણી શોમાં હતી, ત્યારે શોનો અંદાજ જ અલગ હતો. સાથે જ શોને સારી TRP પણ મળતી હતી. હવે જોવું એ રહ્યું કે, શોમાં તે ક્યારે બતાવાશે.

3 વર્ષ શોથી દૂર રહેનાર દિશા વાંકાણીને લઈને એમ પણ મીડિયામાં સામે આવ્યું કે, તે બાળકના જન્મ બાદ પોતાના પરિવારને સમય આપવા માંગે છે. તો કેટલાક રિપોર્ટસમાં એવુ પણ કહેવાયું છે કે, શોમાં મળનારી ફીને કારણે વિવાદ થયો છે. દયાના જવા બાદ અનેક જૂના સ્ટાર્સે પણ શો સાથે નાતો તોડ્યો છે. જેમ કે, રોશનસિંહ સોઢી એટલે કે ગુરુચરણ સિંહ, અંજલી મહેતા એટલે કે નેહા મહેતા પણ શો છોડી ચૂક્યા છે. આ બંને કલાકાર લાંબા સમય સુધી શો સાથે જોડાયેલા હતા. પરંતુ હવે તેઓ શોથી બહાર થઈ ચૂક્યા છે. બંને શોમાંથી બહાર થવાનું કારણ પણ મીડિયાને આપી ચૂક્યા છે.

શોમાં પોપટલાલના લગ્નની ધૂમ

હાલ શોમાં ચાલી રહેલી સ્ટોરીની વાત કરીએ તો, હાલ પોપટલાલના લગ્નની વાત ચાલી રહી છે. પત્રકાર પોપટલાલના લગ્ન હંમેશાથી શોનો હોટ ટોપિક રહ્યો છે. તેના લગ્નને લઈને અનેક અટકળો ચાલતી રહે છે, પણ બિચારા પોપટલાલના લગ્ન થતા થતા રહી જાય છે. આ વખેત પોપટલાલના લગ્ન થઈ ગયા છે. જેને કારણે શોમાં થોડો માહોલ બન્યો છે. તમામ લોકો લગ્નમાં ખુશી ઝૂમતા નજરે આવ્યા છે.

(4:37 pm IST)
  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST

  • ગુજરાતમાં પણ ઝડપભેર લવ જેહાદ વિરુદ્ધ કાયદો આવી રહ્યો છે : ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં લવ જીહાદ વિરુદ્ધ નવો કાનૂન લાવી રહી છે કોંગ્રેસ પક્ષની આંતરિક ચૂંટણીઓ મે મહિનામાં યોજાય તેવી સંભાવના છે આજે કોંગ્રેસની કારોબારી બેઠક મળી રહી છે access_time 11:44 am IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST