Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સિરીઝમાં મુખ્ય રોલથી ખુશ છે અપારશકિત

અભિનેતા આયુષ્યમાન ખુરાનાના ભાઇ અપારશકિત ખુરાનાએ પણ પોતાની મહેનતથી નામના મેળવી લીધી છે. ૨૦૧૪માં અપારશકિતએ બોકસ ક્રિકેટ લીગ નામના શોમાં કોમેન્ટેટર તરીકે કામ શરૂ કર્યુ હતું. એ પછી તેણે પોપકોર્ન નામની શોર્ટ ફિલ્મ કરી હતી. ત્યારબાદ બોલીવૂડમાં દંગલ, સાત ઉચક્કે, બદ્રીનાથ કી દુલ્હનિયા, હેપ્પી ફીર ભાગ જાયેગી, સ્ત્રી, રાજમા ચાવલ, લુકાછીપી, જબરીયા જોડી, કાનપુરીયા, બાલા, પતિ પત્નિ ઓૈર વો, સટ્રીટ ડાન્સર જેવી ફિલ્મો કરીને પોતાની ઓળખ બનાવી છે. હવે તે ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહ્યો છે. તેની પહેલી વેબ સિરીઝનું નામ 'સ્ટાર ડસ્ટ' છે. જેમાં તે સુપરસ્ટારનો રોલ નિભાવી રહ્યો છે. આ સિરીઝમાં વર્ષ ૧૯૭૪ થી ૧૯૮૯ સુધીના ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સમયગાળાને દેખાડાશે. બે સુપરસ્ટારના વિવાદની પણ તેમાં વાત છે. સિરિઝનું શુટીંગ માર્ચ મહિનામાં શરૂ થઇ જશે. અપારશકિતએ કહ્યું હતું કે પુરાના કાળની કહાનીમાં મુખ્ય રોલ મળતાં હું ખુબ જ ખુશ છું. વિક્રમાદિત્ય મોટવાણી અને પ્રોસન્નજીત ચેટર્જી સાથે મને કામ કરવા મળ્યું એ પણ સપનુ પુરૂ થવા જેવું છે.

(9:57 am IST)