Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સામંથાની ડિજીટલ પ્લેટફોર્મ પર એન્ટ્રી

મનોજ બાજપાઇની વેબ સિરીઝ ધ ફેમીલીમેનની બીજી સિઝન ટુંક સમયમાં આવી રહી છે. દર્શકોને રોમાંચથી ભરી દેનારી પહેલી સિઝનની જેમ બીજી સિઝનમાં પણ ઘણુબધું હોવાનો દાવો કરાયો છે. એકશન, ડ્રામા સિરીઝમાં એક ગુપ્ત જાસૂસની જિંદગીની કહાની દેખાડાઇ છે. જેને પરિવાર પણ છે આ કારણે તેને જીવનમાં બે ભુમિકા ભજવવી પડે છે. બંને ભુમિકાને તે એક સાથે લાવી શકતો નથી આ કારણે તેને પોતે જે કામ કરે છે તેની માહિતી પરિવારથી છુપાવવી પડે છે. ધ ફેમીલીમેનની પહેલી સિઝનમાં મનોજ બાજપાઇ સાથે પ્રિયામણી ઐયર, શ્રેયા ધન્વંતરી, શરદ કેલકર, ઝરીન શિહાબ મુખ્ય ભુમિકામાં હતાં. આ વખતે શ્રીકાંત તિવારી (મનોજ), શારિબ હાસમી (જેકે તલપડે) વધુ એક ઘાતક મિશન પર જશે. સાઉથની સુંદરી સામંથા અક્કિનેની પણ ડિજીટલ પ્લેટફોર્મ પર આ સિરીઝથી એન્ટ્રી કરી રહી છે. સીમા બિશ્વાસ, દર્શન કુમાર, સન્ની હિન્દુજા, વેદાંત સિંહ, મહેક ઠાકુર પણ મહત્વના રોલમાં છે. ૧૨ ફેબ્રુઆરીએ આ સિરીઝ રિલીઝ થશે.

(9:57 am IST)