Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

મૌનીને મળી ગઇ બીજી ફિલ્મઃ રણબીર સાથે ટક્કર લેશે

ટીવી પરદાની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય હવે ફિલ્મોમાં પ્રવેશી ચુકી છે. એકતા કપૂરના શો નાગિન થકી ઘર-ઘરમાં નામના મેળવનારી મૌની હાલમાં અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોલ્ડમાં કામ કરી રહી છે. જેમાં તે અક્ષયની પત્નિના રોલમાં છે. આ ઉપરાંત મૌનીને બીજી ફિલ્મ મળી ગઇ છે. અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મૌનીને પણ લેવામાં આવી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય રોલમાં છે. ચર્ચા છે કે મૌનીનો આ રોલ નેગેટિવ હશે. ખલનાયીકા બનીને તે રણબીર કપૂર સાથે ટક્કર લેવાની છે. ફિલ્મના નિર્દેશક અયાન મૌનીથી ખુબ પ્રભાવીત છે. બ્રહ્માસ્ત્ર ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના રિલીઝ થશે.

(9:19 am IST)