Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

તાપસીની જોડી હવે સાકિબ સાથેઃ જૈકી બન્યો નિર્માતા

ફિલ્મ નિર્માતા વાસુ ભગનાનીના પુત્ર જૈકી ભગનાનીએ બોલીવૂડમાં અભિનેતા તરીકે કેટલીક ફિલ્મો કરી છે. પરંતુ તેને સફળતા મળી નથી. હવે તે પોતે નિર્માતા બન્યો છે. તેની ફિલ્મ 'દિલ જંગલી' આવી રહી છે. જેમાં તાપસી પન્નુ અને સાકિબ સલિમ મુખ્ય રોલમાં છે. આ ઉપરાંત નવા કલાકારોને પણ તક અપાઇ છે. જાણીતો આરજે અભિલાષ થપલિયાલ પણ આ ફિલ્મ થકી બોલીવૂડમાં આવી રહ્યો છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. તાપસીએ ઇંગ્લિશ કાઉન્સેલર અને સાકિબે જીમ ટ્રેનરની ભૂમિકા નિભાવી છે. ટ્રેલરમાં દેખાડાયું છે કે તાપસીનું બ્રેકઅપ થઇ ગયું છે અને તેના મિત્રો તેને સાકિબથી દૂર રહેવાની સલાહ આપી રહ્યા છે. પણ બંનેની લવસ્ટોરી સ્પષ્ટ નથી. તાપસી બીજા કોઇની સાથે ડેટ કરવા માંડે છે અને સાકિબ પણ બીજી પાર્ટનરને શોધી લે છે. પણ પછી ફરીથી બંને એક બીજાના પ્રેમમાં પડી જાય છે. ફિલ્મ ૧૬મી ફેબ્રુઆરીએ આવશે.

(9:18 am IST)