Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ફરીદા ફરી ટીવી પરદેઃ શોમાં અત્યંત મહત્વનો રોલ

ફરીદા જલાલ લાંબા સમય પછી ફરીથી ટીવી પરદે આવી છે. સ્ટાર પ્લસના શો તુ સુરજ મૈં સાંઝ પિયામાં તેની એન્ટ્રી થઇ છે. ફરીદાને મહત્વનો રોલ અપાયો છે. કનક અને ઉમા વચ્ચે તલાક થવાના ટ્રેક વચ્ચે આ બંનેને ફરીથી એક બનાવવાના પ્રયાસ માટે ફરીદાનું પાત્ર ઉમેરાયું છે. તેને શોમાં ઉમાશંકરની દાદીમાનો રોલ અપાયો છે. જે પ્રેમીઓને એક કરવાનો પ્રયાસ કરશે. ફરીદાએ કહ્યું હતું કે તેનો રોલ જોદરાર છે અને મહત્વના ટ્રેકમાં ખુબ ઉપયોગી છે. ફરીદાએ આ પહેલા પણ અનેક ટીવી શોમાં અને ફિલ્મોમાં કામ કર્યુ છે. થોડા સમયથી તેણે રજા લીધી હતી. હવે તે ફરીથી ટીવી પરદે આવી છે. જુદા-જુદા ટીવી શો અને ફિલ્મોમાં તેણે અનેક પ્રશંસનીય પાત્રો ભજવ્યા છે.

(9:28 am IST)