Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પોતાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું અભિનેતા અક્ષય કુમારે

મુંબઈ: તાજેતરમાં જ સુપરસ્ટાર અક્ષય કુમારની નવી ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. વશુ ભગનાની આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારની સામે અભિનેત્રી રકુલ પ્રીત સિંહ જોવા મળશે. અક્ષય કુમાર અને વશુ ભગનાનીની ફિલ્મ "બેલ બોટમ" 19 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી અને હવે બંને ફરી એકવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ બેલ બોટમના નિર્દેશક રણજીત એમ તિવારી દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે.

(4:58 pm IST)