Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સની લિયોન બની ફોઈ: ભાઈ સંદીપના ઘરે લક્ષ્મીજી પધાર્યા

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સની લિયોન હવે ફોઈ બની ગઈ છે. સની લિયોનના ભાઈ સુદીપ વોહરા અને તેની પત્ની કરિશ્મા નાયડુએ એક બાળકીનું સ્વાગત કર્યું. સનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની પ્રેમાળ ભત્રીજી સાથે ફોટો શેર કરીને આ ખુશીના સમાચાર આપ્યા છે. એટલું જ નહીં, સનીએ આ સુંદર બાળકનું નામ પણ ચાહકોને જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે સની લિયોનનો ભાઈ સંદીપ અમેરિકાના કેલિફોર્નિયામાં શેફ છે.

(4:57 pm IST)