Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

પરિણીતી ચોપરાએ માઈનસ 12 ડિગ્રીમાં કર્યું શૂટિંગ : તબિયત ખરાબ

 મુંબઈ: હિન્દી સિનેમાની સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરાએ સોશિયલ મીડિયા પર એક ક્લિપ શેર કરી છે જેમાં તે માઈનસ 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શૂટિંગ કરતી જોવા મળી રહી છે.પરિણિતી હાલમાં સિંગર 'હાર્ડી સંધુ' સાથે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ શેર કરેલા વિડિયોમાં પરિણીતી જણાવે છે કે કેવી રીતે ડિરેક્ટરની દાઢી, કેમેરા અને પીવાનું પાણી બધું થીજી ગયું. વિડિયોમાં પરિણીતી બુરખામાં, પોતાને ગરમ રાખવા માટે ગરમ જેકેટ સાથે, જાડા જેકેટમાં રહેલા હાર્દિક સાથે પોઝ આપી રહી છે.

 

(7:30 pm IST)