Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

અભિષેક-ઐશ્વર્યાની લાડલી આરાધ્‍યા બચ્‍ચન ક્‍યુટનેસમાં તમામ સ્‍ટાર કિડ્‍સને ટક્કર આપીઃ ઐશ્વર્યા પણ પુત્રીથી ઉંચી દેખાવા હાઇ હીલ્‍સનો ઉપયોગ કરે છે

કાન્‍સ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં માતા-પિતા અને પુત્રીની તસ્‍વીરો સોશ્‍યલ મીડિયામાં વાયરલ

મુંબઇઃ તાજેતરમાં યોજાયેલ કાન્‍સ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં બચ્‍ચન ફેમિલીની વિવિધ તસ્‍વીરો સોશ્‍યલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ હતી. તમામ સેલેબ્‍સની સાથે ઐશ્વર્યા અને આરાધ્‍યા ચઢીયાતી તસ્‍વીરોમાં દેખાઇ હતી. ક્‍યુટનેસના મામલે આરાધ્‍યા તમામ સ્‍ટાર કિડ્‍સને ટક્કર આપી રહી છે. ફેન્‍સનું કહેવુ છે કે, આરાધ્‍યાથી ઉંચી દેખાવા માટે ઐશ્વર્યાએ હાઇહીલ્‍સ પહેર્યા હતા.

બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્ચર્યા રાય બચ્ચન પરફેક્ટ બોડી મીજરમેન્ટસ માટે જાણીતી છે, તો બીજી બાજુ સૌથી લાંબી અભિનેતાઓની યાદીમાં અભિષેક બચ્ચનનો પણ સમાવેશ થાય છે. એવામાં ઐશ્ચર્યા અને તેની દીકરી આરાધ્યાની હાઈટ પણ ઘણી શાનદાર છે. 

આરાધ્યા તાજેતરમાં મમ્મી-પાપાની સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ગયેલી છે. અહીંથી આ સ્ટાર ફેમિલીની ઘણી બધી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે જે ઘણા ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

આ તસવીરો સામે આવ્યા બાદ આરાધ્યા બચ્ચની હાઈટની સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે. જોકે, આ તસવીરોમાં આરાધ્યા ઘણી મોટી લાગી રહી છે. લંબાઈમાં આરાધ્યા પોતાની મમ્મીના કાનથી પણ ઉંચી જોવા મળી રહી છે. એટલું જ નહીં, રસપ્રદ વાત એ છે કે આ દરમિયાન ઐશ્વર્યા હાઈ હીલ્સ પહેરી રહી છે તો બીજી બાજુ ઐશ્વર્યા હાઈ હીલ્સમાં જોવા મળી રહી છે.

અગાઉ જ્યારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જતી વખતે આ સ્ટાર ફેમિલીને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યું હતું, ત્યારે પણ આરાધ્યા સ્પોર્ટસ શૂઝમાં હતી અને ઐશ્ચર્યા રાય બચ્ચન બ્લેક હાઈ હીલ્સ બૂટમાં જોવા મળી હતી.

ઐશ્ચર્યા અને આરાધ્યાની આ તસવીરોને જોયા બાદ ફેન્સનું કહેવું છે કે ઐશ્ચર્યા આરાધ્યાથી લાંબી દેખાડવા માટે હાઈ હીલ્સ પહેરી રહી છે. તેની સાથે જ અમુક સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે આરાધ્યની હાઈટ જો આ સ્પીડથી વધતી રહી તો આવનાર દિવસોમાં તે પોતાના પાપાને પણ ટક્કર આપવા લાગશે.

તમને જણાવી દઈએ કે આરાધ્યાની ઉંમર અત્યારે માત્ર 10 વર્ષની છે અને તે ક્યૂટનેસના મામલે તમામ સ્ટાર કિડ્સને ટક્કર આપી રહી છે. ઐશ્ચર્યા સોશિયલ મીડિયા પર ઘણી વખત પોતાની દીકરીની સાથે એકથી એક ચઢીયાતી ક્યૂટ સેલ્ફી શેર કરતી રહે છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્ચર્યા દરેક વખતે પોતાની દીકરીને સાથે લઈને જાય છે. આ વર્ષે પણ ઐશ્ચર્યા અને આરાધ્યા અહીં ખુબ મસ્તી કરી રહી છે અને તમામ સેલેબ્સની સાથે બન્ને મા-દીકરીની એકથી એક ચઢીયાતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

(5:17 pm IST)