Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઘરના સભ્યો શિક્ષક છે, પણ હું અભિનેતા બન્યોઃ યોગેશ

ટીવી પરદે પોતાના પાત્ર અને અભિનયને કારણે નામના મેળવી ચુકેલો અભિનેતા હપ્પુ સિંહ એટલે કે યોગેશ ત્રિપાઠી હવે સોની ટીવીના નવા શો 'જીજાજી છત પર હૈ'માં પણ કામ કરી રહ્યો છે. યોગેશે પોતાના પરિવાર બાબતે ખુલાસો કર્યો છે.  યોગેશને વધુ ઓળખ ભાબીજી ઘર પર હૈ શોના હપ્પુ સિંહના પાત્રથી જ મળી છે. તે કહે છે મારા ઘરના મોટા ભાગના સભ્યો શિક્ષક છે. હું ઘરમાં સોૈથી નાનો છું. પણ મારું આકર્ષણ પહેલેથી જ અભિનય તરફ હતું. મેં અભિનયની શરૂઆત લખનોૈથી કરી હતી. ૨૦૦૫માં હું મુંબઇ આવ્યો હતો. ત્યારથી અહિ જ રહુ છું. મેં પ્રારંભે અનેક વિજ્ઞાપનોમાં કામ કર્યુ હતું. બાલીકા વધૂ, એફઆઇઆર જેવા શો પણ મળ્યા હતાં. પણ ભાબીજી...એ મને નામના આપી છે. જીજાજી છત પર હૈ શોમાં મારો રોલ તદ્દન અલગ છે. આ શોમાં હું વાળ કાપતા યુવાનના રોલમાં છું.

(9:31 am IST)