Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

આવતા મહિનાથી ફરીથી હસાવશે કપિલ શર્મા

કપિલ શર્મા ફરીથી ટીવી પરદે આવવા તૈયાર છે. તેનો નવો શો આવી રહ્યો છે. આ વખતે શોમાં બધુ જ નવું હશે, નામ પણ નવું છે. ફેમિલી ટાઇમ-વિથ કપીલ શર્મા એવું નામ આ શોનું રખાયું  છે. કલર્સ પર કપિલે કોમેડી નાઇટ્સ વિથ કપિલ નામનો શો શરૂ કર્યા બાદ સોની એન્ટરટેઇનેમન્ટ પર ધ કપિલ શર્મા શો નામથી લાંબો સમય દર્શકોનું મનોરંજન કર્યુ હતું. જો કે બાદમાં તે ફિલ્મ ફિરંગીના કામમાં લાગી જતાં અને આ શોમાં તેની સાથેના કલાકારો સુનિલ    ગ્રોવર, અલી અસગર સહિતના તેને છોડીને જતાં રહેતાં શોની ટીઆરપી સતત ઘટી જતાં શો બંધ કરાયો હતો. હવે કપિલ ફરીથી નવા જ અંદાજ સાથે અને અગાઉના શોના અમુક કલાકારો તથા બીજા નવા કલાકારો સાથે ફરીથી આવી રહ્યો છે. આ શો પણ સોની પર માર્ચમાં શરૂ થશે. કોમેડી  સાથે કંઇક બીજુનવુ પણ હશે.

(9:29 am IST)