Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વાત ન માનવાના કારણે વિવાદ થતા શાહરૂખની ફિલ્‍મ ‘પઠાણ'ના સેટ ઉપર સિદ્ધાર્થ આનંદને આસિસ્‍ન્‍ટન ડાયરેક્‍ટરે લાફો ઝીંકી દીધો

નવી દિલ્હીઃ શાહરૂખ ખાનના ફિલ્મ સેટ પરથી એક સમાચાર મળી રહ્યાં છે. ફિલ્મ પઠાનના સેટ પર મારપીટ થઈ છે. આ લડાઈ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદને પણ લાફો પડ્યો છે. તેમને એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે લાફો માર્યો છે. બોલીવુડ હંગામામાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર અમે આ જાણકારી આપી રહ્યાં છીએ.

બધા ચોંકી ગયા

કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ આનંદની વાત ન માનવાને કારણે બંન્ને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે મારામારી શરૂ થઈ હતી. આ લડાઈ જોઈને બધા ચોકી ગયા હતા.

આ કારણે થયો ઝગડો

સિદ્ધાર્થ આનંદ  પોતાની ફિલ્મને લઈને સીરિયસ રહે છે અને ધ્યાનપૂર્વક કામ કરે છે. તે પોતાની સાથે કામ કરનાર અન્ય લોકોની ભૂલ સહન કરતા નથી. પઠાનના સેટ પર તેમણે લોકોને મોબાઇલ ન લાવવાનું કહ્યું હતું. આ વાતને લઈને સિદ્ધાર્થ આનંદ ગુસ્સે થયા અને તેમણે પોતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને ફટકાર લગાવી હતી.

ત્યારબાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ગુસ્સામાં બહાર ચાલ્યા ગયા હતા. તે સિદ્ધાર્થ આનંદને ગાળો આપવા લાગ્યા. સાથે હાજર અન્ય લોકો વિરુદ્ધ પણ વાત કરવા લાગ્યા હતા. આનંદને આ વાતની જાણકારી મળી તો તે ગુસ્સામાં પોતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટરને મળવા બહાર ગયા. ત્યાં વિવાદ વધી ગયો અને સિદ્ધાર્થ આનંદને આસિસ્ટન્ટ ડાયરેક્ટરે લાફો મારી દીધો.

શાહરૂખ ખાન પઠાનથી કરશે કમબેક

યશરાજ બેનર હેઠળ બની રહેલી પઠાનમાં શાહરૂખ ખાન બે વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર નજર આવશે. છેલ્લા બે વર્ષથી શાહરૂખની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. દર્શકો તેની ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. હવે જોઈએ કે આ ઘટનાની ફિલ્મ પર શું અસર થાય છે.

(5:14 pm IST)
  • પશ્ચિમ બંગાળના છેવાડાના વિસ્તારોમાં રોહીંગ્યા શરણાર્થીઓના નામ મતદાર યાદીમાં ઉમેરી દેવાયા છે : કેન્દ્રીય ચૂંટણી પંચની દેખરેખ હેઠળ ચૂંટણી યોજવા ભાજપ નેતાઓની માંગણી access_time 5:12 pm IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • નવા સંસદ ભવન નિર્માણની તૈયારી : નવી દિલ્હીઃ નવા સંસદના બીલ્ડીંગના નિર્માણના કારણે ગાંધીજીની પ્રતિમાને ગેટ નંબર ૩ થી ગેટ નંબર ૧ તરફ શીફટ કરવામાં આવી છે. access_time 1:07 pm IST