Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સુશાંત સિંહ રાજપુરની 'સોન ચીડિયા'નું ચંબલમાં શૂટિંગ શરૂ

મુંબઇ: ફિલ્મ સર્જક અભિષેક ચૌબેની આગામી ફિલ્મ સોન ચિરૈયા (સોન ચકલી) ખૂંખાર ડાકુઓ માટે બદનામ ચંબલની કોતરોમાં ફ્લોર પર ગઇ હતી એવી માહિતી મળી હતી. આ ફિલ્મમાં સુશાંત સિંઘ રાજપૂત પહેલીવાર ચંબલના ડાકુનો રોલ કરી રહ્યો છે. પોતાના પાત્રને ન્યાય આપવા એ થોડો સમય ચંબલ વિસ્તારમાં ભૂતપૂર્વ ડાકુઓના સહવાસમાં રહ્યો હતો એ માહિતી અમે અગાઉ આ સ્થળેથી તમને આપી ગયા હતા. એની સાથે આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર એક મહત્ત્વનો રોલ કરી રહી છે. સોશ્યલ મિડિયા પર લોકેશનનો એક ફોટોગ્રાફ શૅર કરતાં સુશાંતે લખ્યું કે મારા કેટલાક ફેવરિટ ફિલ્મ સર્જકોમાંના એક અભિષેક ચૌબેની આગામી ફિલ્મ સોન ચિરૈયાના શૂટિંગનો આરંભ કર્યો.. એક પ્રકારની ઉત્તેજના અનુભવી રહ્યો છું...લોકેશન પર અમે હાજર છીએ.....ચંબલની ભેંકાર કોતરો પર નજર નાખી રહેલા સુશાંતનો આ ફોટો સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો હતો. આ ફિલ્મમાં મનોજ બાજપેયી, આશુતોષ રાણા, રણવીર શોરી અને મહેશ બલરાજ પણ ચમકી રહ્યા છે.
 

(4:40 pm IST)