Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

આયુષ્માન ખુરાના હવે પ્રોડ્યુસર ક્ષેત્રમાં જંપલાવ્યું

મુંબઇ: પોતાની ફિલ્મોને મધ્યમ કક્ષાની સફળતા અપાવનારા અભિનેતા આયુષમાને પોતાની પત્નીના હિતમાં પ્રોડયુસર બનવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી મળી હતી. છેલ્લે છેલ્લે બરેલી કી બરફી અને શુભ મંગલ સાવધાન જેવી મધ્યમ હિટ નીવડેલી ફિલ્મ આપનારા આયુષમાને મિડિયાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે મારી પત્ની તાહિરા કાશ્યપ ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરવા ઉત્સુક છે એટલે મેં પ્રોડયુસર બનવાનો નિર્ણય કર્યો હતો. તાહિરા પાસે એક સ્ક્રીપ્ટ તૈયાર છે અને એણે ડાયરેક્ટર તરીકેની પોતાની પહેલી ફિલ્મનું ટાઇટલ ટોફી રાખ્યું છે એવી માહિતી પણ આયુષમાને આપી હતી. એણે કહ્યંુ હતું કે હું તો અભિનેતા અને ગાયક હોવાની સાથોસાથ સ્ટેજ પર્ફોર્મર છું. પ્રોડયુસર બનવાનું મારા આયોજનમાં નહોતું પરંતુ મારી પત્ની ડાયરેક્ટર બનવા ઉત્સુક છે અને એ બહાર કોઇ પ્રોડયુસર શોધવા નીકળે એને બદલે હું જ કાં એની ફિલ્મ ન બનાવું એવા વિચારે મેં પ્રોડયુસર બનવાનો નિર્ણય કર્યો હતો.

(4:38 pm IST)