Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

શ્રુતિની કાતિલ અદા

અભિનય અને ગાયકીની સાથોસાથ અભિનેતરી શ્રુતિ હાસન સ્ટાઇલીશ ડ્રેસીંગ સેન્સ માટે પણ જાણીતી છે. આ કારણે તે સતત ચર્ચા જગાવતી રહે છે. શ્રુતિની ખાસિયત છે કે વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન તે બંનેમાં બિન્દાસ્ત લૂકમાં દેખાઇ શકે છે. શ્રુતિ બોલીવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. શ્રુતિ સોશિયલ મિડીયા પર પણ ખુબ જ સક્રિય હોય છે. તેના ચાહકો માટે તે અવાર-નવાર હોટ-બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. સોશિયલ મિડીયા પર તેના અસંખ્ય ચાહકો છે. તાજેતરમાં તેણે કાળા રંગના ડ્રેસની કેટલીક તસ્વીરો મુકતાં જ ચાહકો વાહ-વાહ કરી ગયા હતાં. તસ્વીરોમાં શ્રુતિ બ્લેક બ્યુટી તરીકે જોરદાર જમાવટ કરી રહી હતી. કાળી સાડીમાં તેનો અંદાજ અત્યંત કાતિલ બની ગયો હતો. શ્રુતિની ફિલ્મી કારકિર્દી આમ તો ધીમી ચાલી રહે છે. પરંતુ આમ છતાં તે સતત ચર્ચામાં છે. છેલ્લે તે બોલીવૂડમાં  વેલકમ બેકમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે જોન અબ્રાહમ હતો. દિલ તો બચ્ચા હૈ જી, રમૈયા વસ્તાવૈયા, ડીડે, ગબ્બર ઇઝ બેક  જેવી ફિલ્મો કરી છે. કમલ હાસન અને સારિકાની દિકરી શ્રુતિની બહેન પણ બોલીવૂડમાં કામ કરી ચુકી છે.

 

(10:55 am IST)