Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અલાયાની અદ્ભૂત અદા

પૂજા બેદીની દિકરી અલાયા ફર્નિચરવાલાએ બોલીવૂડમાં ભલે હજુ એક જ ફિલ્મ કરી હોય પણ તેને ઓળખ એવડી મોટી મળી ગઇ છે કે તે સતત ચર્ચામાં રહે છે. તેની પાસે હવે બીજા પ્રોજેકટ પણ છે. બીજી અભિનેત્રીઓની જેમ અલાયા પણ સોશિયલ મિડીયા પર સતત હોટ-બોલ્ડ અને બ્યુટીફૂલ લૂક માટે જાણીતી છે. તેની ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ થતાં જ થોડીવારમાં જ લાખોની સંખ્યામાં ચાહકો પસંદ કરી લે છે. તાજેતરમાં અલાયાએ મરૂન રંગના ડ્રેસ સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. જે ધડાધડ વારયલ થઇ ગઇ હતી અને ચાહકોએ ખુબ પસંદ કરી હતી. તસ્વીરો સાથે અલાયાએ કેપ્શન લખ્યું હતું કે-ફિલીંગ લાઇક માય ફેવરીટ ઇમોજી. અલાયાએ રેડ ક્રોપ ચોલી સાથે મરૂન લહેંગો અને મેચીંગ દૂપટ્ટા સાથે અત્યંત આકર્ષક પોઝ આપ્યા હતાં. સૈફ અલી ખાન સાથે ફિલ્મ જાનેમનમાં કામ કર્યા પછી અલાયા બીજી કોઇ ફિલ્મમાં જોવા મળી નથી. પરંતુ આમ છતાં તે ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે.

(9:40 am IST)