Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

૩૦મીએ આવશે વધુ એક હોરર ફિલ્મ 'કાલી ખુહી'

ડિજીટલ પ્લેટફોર્મ નેટફિલકસ પર છેલ્લા કેટલાક સમયથી ભારતીય હોરર ફિલ્મો સારા પ્રમાણમાં રિલીઝ થઇ રહી છે. વધુ એક આવી ફિલ્મ આવી રહી છે. જેનું નામ 'કાલી ખુહી' છે. આ હોરર ફિલ્મ આ મહિનાની ત્રીસમી તારીખે રિલીઝ થશે. અગાઉ નેટફિલકસ માટે ઘોસ્ટ સ્ટોરીઝ બનાવાઇ હતી. ત્યારબાદ શાહરૂખ ખાને બેતાલ અને અનુષ્કા શર્માએ બુલબુલ જેવી હોરર થ્રિલર ફિલ્મો બનાવી હતી. બુલબુલમાં સ્ત્રીઓને માન આપવાની વાત હતી. હવે આવા જ વિષય પર કાલી ખુહી નામની હોરર ફિલ્મ બની છે. કાલી ખુહીનો અર્થ કાળો કૂવો થાય છે. ફિલ્મમાં પંજાબના એક ગામડાની વાર્તા છે. જેમાં નવજાત બાળકીઓનો જન્મ થતાં જ તેને કૂવામાં ફેંકી દેવાનો ઇતિહાસ છે. એટલે ત્યાંના લોકો એક પછી એક મરવા માંડે છે. ભૂત-પરેતથી પોતાના પરિવાર અને ગામને બચાવવા દસ વર્ષની દિકરી શિવાંગી બીડુ ઝડપે છે. આ રોલ રિવા અરોરા નિભાવી રહી છે. સાથે શબાના આઝમી, સંજીદા શેખ, સત્યદિપ મિશ્રા મુખ્ય રોલમાં છે.

(10:29 am IST)