Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

કાન્‍સના રેડ કાર્પેટ પરથી દીપિકાનો લેડી બોસ લૂક : ૩.૮ કરોડના નેકલેસ પર બધાની નજર અટકી

કાન્‍સ ફિલ્‍મ ફેસ્‍ટિવલ ૨૦૨૨ના દીપિકા પાદુકોણનો બીજા દિવસનો લૂક પણ સામે આવ્‍યો : જેમાં તે ઓલ બ્‍લેક આઉટફિટમાં જોવા મળી : હસીનાના આ લૂકમાં તેના ગળાનો હાર તેની લાઈમલાઈટમાં વધારો કરી રહ્યો હતો

પેરિસ તા. ૨૦ : બોલિવૂડ એક્‍ટ્રેસ દીપિકા પાદુકોણ આ દિવસોમાં કાન્‍સ ફિલ્‍મ ફેસ્‍ટિવલ ૨૦૨૨ના કારણે ખુબ લાઇમલાઇટમાં રહે છે. આ વખતે આ બ્‍યૂટીએ જયૂરી મેમ્‍બર તરીકે આ ફેસ્‍ટિવલમાં ભાગ લીધો છે. તેણે પહેલા દિવસે ડિઝાઇનર સબ્‍યસાચીની ગોલ્‍ડ એન્‍ડ બ્‍લેક સાડી સિલેક્‍ટ કરી હતી, જેમાં લોકો તેને જોતા રહી ગયા હતા. હવે બીજા દિવસ માટે મસ્‍તાનીએ એવા આઉટફિટ્‍સ સિલેક્‍ટ કર્યા છે જે એને લેડી બોસ જેવો લૂક આપી રહ્યા હતા. જોકે લોકોનું ધ્‍યાન આ આઉટફિટને બદલે તેના ગળામાં લટકતા ૩.૮ કરોડના નેકલેસ પર અટકી હતી.

આ લૂકમાં દીપિકા ઓલ બ્‍લેક આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં તેણે ફિટેડ બ્‍લેઝર સાથે મેચિંગ ટાઇટ્‍સ પહેર્યા હતા. તેને આની સાથે કોટ પહેર્યો હતો, તેના ફ્રન્‍ટમાં રેપ ડિટેલિંગ આપવામાં આવી હતી, જે તેના ફિગરને હાઇલાઇટ કરતી હતી. વેસ્‍ટના નીચેના ભાગમાં બ્‍લેઝરમાં પ્‍લીટ્‍સ રાખવામાં આવી હતી, જે આખા આઉટફિટ ફઝ ફ્રી બનાવી રહી હતી. બ્‍યૂટીનું આ બ્‍લેઝર તેના લૂકમાં ગ્‍લેમર એડ કરતું હતું.

દીપિકાએ આ આઉટફિટ સાથે એક નેકલેસ પહેર્યો હતો, જેની ડિઝાઇન ઘણી યૂનિક હતી. તેણે આ કટ ડિટેઇલ્‍સ વાળો નેકલેસ Cartier લકઝરી બ્રાન્‍ડમાંથી પિક કર્યો હતો.જેની અંદાજિત કિંમત ૩.૮ કરોડ હોવાનું કહેવાય છે.

આ નેકલેસની બન્ને તરફ પેન્‍થરના માથાનો આકાર જોવા મળી રહ્યો હતો. આ ડિઝાઇન દીપિકાના લૂકને વધારે ઉઠાવ આપી રહ્યો હતો. આમ નેકલેસથી આખા લૂકને લાઇમલાઇટ મળી હોય તેવું કાન્‍સમાં પહેલા પણ બન્‍યું છે, આ પહેલા ઐશ્વર્યા રાય બચ્‍ચન પણ એક વાર સ્‍નેક શેપનો નેકલેસ પહેરીને કાન્‍સમાં પહોંચી હતી.

દીપિકાએ તેના લૂકને કમ્‍પલીટ કરવા માટે ન્‍યૂટ્રલ મેકઅપ રાખ્‍યો હતો અને સાથે ડાર્ક રેડ કલરની લિપ્‍સ્‍ટિક અપ્‍લાય કરી હતી. વાળને મેસી બનમાં સ્‍ટાઇલ કર્યા હતા. દીપિકાના બીજા દિવસનો ત્રીજો લૂક ખૂબ ડિફરન્‍ટ અને સુંદર લાગી રહ્યો હતો.

આ પહેલા રેડ કાર્પેટ પર હંમેશા કસ્‍ટમ મેડ ગાઉનમાં જોવા મળતી હતી, આ વખતનો તેનો લેડી બોસ લૂક ફ્રેશ ફિલ થઇ રહ્યો હતો.

(11:31 am IST)