Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

એક મહિલા તરીકે બધું કામને પહોંચી વળવું અઘરું છે: શિલ્પા શેટ્ટી કુન્દ્રા

મુંબઈ:પોતાના બીજા પુસ્તક ડાયરી ઑફ ડોમેસ્ટિક દિવાના લૉન્ચ વખતે શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કહ્યું હતું કેઘર-પરિવાર મારી પ્રાથમિકતા છે.

લોકો માને છે કે મારા માટે ઘણું સહેલું હશે કેમ કે મારી પાસે નોકરોની ફોજ છે, પણ એવું નથી. મારા માટે મારો પરિવાર અગ્રક્રમે આવે છે. દરેક ઘરેલુ મહિલાએ પોતાના માટે થોડો સમય કાઢવો જરૂરી હોય છે. અને આમ જોઈએ તો એક કે બીજી રીતે દરેક મહિલા ઘરેલુ હોય છે, કેમ કે આપણને આપણા પહેલાં પરિવારના પ્રત્યેક સભ્યની કાળજી રાખવાની, તેમની જરૂરતો પૂર્ણ કરવાની આદત હોય છે અને એના કારણે આપણે જાત પ્રત્યે ઉદાસીન થઈ જતા હોઈએ છીએ. એક મહિલા માટે વ્યવસાયી, પત્ની અને માતાનો રોલ એકસાથે ભજવવો ઘણો મુશ્કેલ છે.’

(4:36 pm IST)