Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

અક્ષય-કંગનાની ફિલ્મ ટકરાશે 15મી ઓગસ્ટે

મુંબઈ:ટોચના એક્શન અને કોમેડી કલાકાર અક્ષયકુમાર અને ટોચની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રણોતની ફિલ્મો વખતે સ્વાતંત્ર્ય દિવસે બોક્સ ઓફિસ પર એકસાથે ટકરાશે. 

 

અગાઉ પણ અક્ષયની ફિલ્મો જુદા-જુદા કલાકારો સાથે ટકરાઈ હતી પરંતુ તેની ફિલ્મોને કોઈ નુકસાન ઉઠાવવુ પડયુ નથી. તાજેતરમાં તેની પેડમેનના એક સપ્તાહ બાદ નીરજ પાંડેની અય્યારી ફિલ્મ રજુ થઈ, જોકે તેમ છતાં પેડમેન અય્યારીને હંફાવી રહી છે. આમ તો પેડમેન ફિલ્મ ચાલુ વર્ષે પ્રજાસત્તાક દિવસે રીલીઝ થવાની હતી, જોકે સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીની રીલીઝ તે દિવસે નક્કી હોવાથી ભણસાલીની વિનંતીના પગલે અક્ષયે પેડમેનની રીલીઝ પાછી ઠેલવી હતી. અક્ષય અત્યારે ગોલ્ડ ફિલ્મને લઈ વ્યસ્ત છે, તે ચાલુ વર્ષે સ્વાતંત્ર્ય દિવસે તેને રજુ કરવાની યોજના બનાવી ચુક્યો છે. સાથે કંગના રણોતની ફિલ્મ પણ આજ દિવસે રીલીઝ થઈ રહી હોવાની વિગતો સામે આવી છે. 
કંગનાની બહુચર્ચિત મણિકર્ણિકા ઝાંસી કી રાનીની દર્શકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે અક્ષય અને કંગનાની ટક્કરને બોક્સ ઓફિસ પર જોવી પણ રસપ્રદ રહેશે. ત્યારે જોવુ રહેશે કે આગામી સમયમાં કંગના કે અક્ષય પોતાની ફિલ્મોની ટક્કર યથાવત રાખશે કે પછી રીલીઝ ડેટમાં ફેરફાર કરશે.

(4:35 pm IST)