Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ર૬ એપિસોડના ૭૮ કરોડ રૂપિયા ?

૧૦ કા દમ નામના શો માટે સલમાન ખાન પ્રત્યેક એપિસોડના ત્રણ કરોડ રૂપિયા લેશે

મુંબઇ તા.૧૯ : બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન થોડા સમયમાં ફરી ટીવીના ટચુકડા પડદા પર વાપસી કરવાનો છે અને આ વખતે તે ગેમ-શો ૧૦ કા દમમાં નજરે પડશે. આ શો માટે ટીઝર શુંટ થઇ ચુકયુ છે અને એ આગામી થોડા દિવસોમાં ટીવી પર જોવા મળશે. પણ આ બધા વચ્ચે જાણકારી મળી છે કે આ શો માટે સલમાન ખાને એપિસોડ દીઠ રૂ.૩ કરોડ રૂપિયા લીધા છે અને ર૬ એપિસોડ માટે તેને ૭૮ કરોડ રૂપિયાની ફી ચુકવવામાં આવશે.

સોની ટીવી પર ર૦૦૯માં આ શો સૌ પહેલાં આવ્યોહ તો અને ત્યારે સલમાન ખાને જ એને હોસ્ટ કર્યો હતો અને એ  સાથે તેણે ટીવી પર એન્ટ્રી કરી હતી. એ પછી એની માત્ર એક સીઝન આવી ગઇ, પણ હવે ત્રીજી સીઝનમાં ફરી સલમાન ખાન એને હોસ્ટ કરશે.૧૦ કા દમ બાદ સલમાન ખાન બિગ બોસ સાથે જોડાયો હતો.

આ શો માટે સલમાન ખાને જે રકમ માગી હતી એ ચેનલવાળા આપવા તૈયાર નહોતા, પણ ગયા વર્ષે શો ના નિર્માતાઓ અને સલમાન ખાન વચ્ચે વાતચીત બાદ સુલેહ થઇ હતી અને સલમાન ખાન રાજી થયા બાદ એનું ટીઝર તૈયાર કરવામાં આવ્યુ હતું. નિર્માતાઓ સલમાન ખાનને ચોથી સીઝન માટે પણ મનાવી લેવા માગે છે. સલમાન ખાન હાલમાં રેસ-૩ના શુટિંગ માટે બેંગકોક જતો રહયો છે. પણ ટીઝર ટીવીના પડદે જોવા મળશે. કૌન બનેગા કરોડપતિ જેવો આ ગેમ શો છે. આ શો આઇપીએલની મેચો બાદ જુનમાં સોમવારથી ગુરૂવાર કે સોમવારથી શુક્રવાર રોજ પ્રસારિત કરવામાં આવે એવી શકયતા  છે.

(4:05 pm IST)