Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

દીપિકા-કેટરિનાના હીરો બનવા અરજી કરી અમિતાભ બચ્ચને

મુંબઇ તા.૧૯ : બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન પાસે ફિલ્મોની કોઇ કમી નથી, પણ હાલમાં ટવીટર અને ઇન્સ્ટાગ્રામ પર તેમણે જોબ એપ્લિકેશન મુકીને કામ માગ્યુ છે. આ એપ્લિેકશનમાં તેમણે પોતાની બાબતમાં વિગતો મુકી છે. આ એપ્લિેકશન જે રીતે મુકવામાં આવી છે એ જોઇને અમિતાભ બચ્ચનની સેન્સ ઓફ હ્યુમર માટે માન થઇ આવે છે.

ટવીટની સાથે અમિતાભ બચ્ચને એક ન્યુઝપેપરના અહેવાલનું કટિંગ પણ શેર કર્યુ છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એકટ્રેસ દિપીકા પાદુકોણ અને કેટરિના કૈફની હાઇટ શાહીદકપુર અને આમીરખાનની સરખામણીમાં વધારે છે. અને એથી તેમને લઇને ફિલ્મ બનાવનારા દિગ્દર્શકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. િ:લ્મ પદમાવતના શુટિંગ વખતે ડિરેકટર સંજય લીલા ભણસાલીને શાહીદ કપુરને દીપીકા પાદુકોણ સામે કેવી રીતે વધારે ઉંચાઇવાળો દર્શાવી શકાય એ ચેલેન્જ હતી. આવી જ મુશ્કેલી ઠગ્સ ઓફ હિન્દોસ્તાના શુટિંગ વખત નિર્માતાઓને થઇ રહી છે.  કારણ કે  આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સિવાય આમિર અને કેટરીના કૈફ કામ કરી રહયા છે.

ન્યુઝપેપરમાં પ્રકાશિત આ અહેવાલને એકદમ રમુજી અંદાજમાં લઇને અમિતાભે જોબ એપ્લીકેશન કરી છે. તેમની આ પોસ્ટને પગલે ઇન્સ્ટાગ્રામ અને ટવીટર પર માત્ર બે કલાકમાં ર.૭૩ લાખ લોકોએ એને લાઇક કરી હતી. ટવીટર પર ૭૦૦૦ લોકોએ એને લાઇક કરી હતી અને ૧પ૦૦ થી વધારે લોકોએ એને રી-ટવીટ કરી હતી.

એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ હતંુ કે સદાબહાર અભિનેતાની ગજબની સેન્સ ઓફ હ્યુમર છે, ૭૬ની ઉંમર પણ ર૬નું દિલ.

જોબ એપ્લિેકશન

નામ : અમિતાભ બચ્ચન

જન્મતારીખ : ૧૧-૧૦-૧૯૪ર

અલાહાબાદ

ઉંમર : ૭૬ વર્ષ

યોગ્યતા : છેલ્લા ૪૯ વર્ષથી લગભગ ર૦૦ ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ

ભાષા : હિન્દી, અંગ્રેજી, પંજાબી, બંગાળી

હાઇટ : ૬ ફૂટ ર ઇંચ

ઉપલબ્ધિ : હાઇટને લઇને આપને કોઇ સમસ્યા નહી ં આવે.

(4:04 pm IST)